નાગરિકતા કાયદાના વિરોધમાં ગઈકાલે સમગ્ર અમદાવાદ શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. ગુરુવારનો આખો દિવસ શહેરમાં અજંપાભરી સ્થિતિ બાદ સાંજે વાતાવરણ તંગ બન્યું હતું. ઠેકઠેકાણે આગચંપી, પત્થરમારાના બનાવો બન્યા હતા. અમદાવાદ શહેરના લગભગ 10થી વધુ વિસ્તારોમાં દેખાવો થયા હતા. તો સિટી વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં 21 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ઈસનપુર પોલીસે 5000ના ટોળા સામે ફરિયાદ નોંધી છે.