ગુજરાતમાં ચોમાસાની સીઝન પૂરજોશમાં છે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ (12 જુલાઈથી 18 જુલાઈ, 2025) માટે હવામાનની આગાહી જાહેર કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 જુલાઈ બાદ વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ સાથે, દરિયાકાંઠે તોફાની પવનોને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.