-
પોતાના રૂટીન મિશન પર નિકળેલું ભારતીય વાયુ સેનાનું મિગ-21 પ્રકારનું લડાકૂ વિમાન રાજસ્થાનના બિકાનેર નજીક શેભાસર ખાતે અચાનક તૂટી પડ્યું હતું. જો કે વિમાન નીચે તૂટી પડે તે અગાઉ જ હવામાં પાયલટ સહીસલામત રીતે તેમાંથી બહાર(ઇજેક્ટ) નિકળી ગયો હતો. વિમાનમાં આગ લાગી હતી. અને વિમાનને પડતું જોઇને તરત જ લોકો ભેગા થયા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળેપહોંચી હતી અને મામલો સંભાળ્યો હતો. વિમાનમાં કોઇ ટેકનીકલ ખામી સર્જાઇ હોવાનું પ્રાથમિક રીતે જાહેર કરાયું છે. વાયુ સેનાએ તપાસના આદેશ આપ્યા છે. નોંધનીય છે કે વાયુસેનાએ તાજેતરમાં જ પાકિસ્તાનની છેક અંદર જઇને એર સ્ટ્રાઇક કરી હતી. તે વખતે મિગ-21ના પાયલટ અભિનંદન વર્ધમાને પોતાના વર્ષો જુના વિમાન મિગ-21થી પાકિસ્તાનનું અતિ આધુનિક એફ-16 વિમાન તોડી પાડ્યું હતું.