દેશની રાજધાનીમાં વકરી રહેલી કોરોના મહામારી પર લગામ કસવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શરૂ કરેલા પ્રયાસો અંતર્ગત સોમવારે સર્વપક્ષીય બેઠકનું આયોજન કરાયું હતું. અમિત શાહે ઘોષણા કરી હતી કે, દિલ્હીમાં તમામ માટે કોરોનાના ટેસ્ટ ઉપલબ્ધ કરાવાશે. આગામી દિવસોમાં દિલ્હીમાં સરળતાથી કોરોના ટેસ્ટ કરાવી શકાશે અને તેની કિંમતમાં પણ ઘટાડો કરાશે. ૨૦મી જૂન સુધીમાં દિલ્હીમાં રોજના ૧૮,૦૦૦ સેમ્પલના ટેસ્ટ શરૂ કરાશે. અમિત શાહે તમામ રાજકીય પાર્ટીઓને મતભેદો બાજુ પર મૂકીને કોરોના મહામારી સામે એકજૂથ થવા અપીલ કરી હતી.