ચીને આજે ઉત્તર કોરિયાને પરમાણુ પરીક્ષણ ન કરવા સત્તાવાર રીતે ચેતવણી આપી હતી. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યુ હતુ કે 'પરમાણુ પરીક્ષણ કરવાનો નિર્ણય બેજવાબદાર અને ઘાતક સાબિત થઈ શકે એમ છે. ઉત્તર કોરિયાનું આ પગલું યુદ્ધ નોતરશે. જો સંઘર્ષ શરૃ થશે તો અંતે કોઈના હાથમાં કશું નહી આવે.' અમેરિકાએ ઉત્તર કોરિયાને ધમકાવ્યા પછી ચીનની આ પ્રતિક્રિયા આવી હતી