અમેરિકાના હુમલા બાદ ઈરાનને ભયાનક નુકસાન થયું હોવાની તસવીરો સામે આવી છે. સેટેલાઇટ તસવીરોમાં ફોર્ડોમાં ભૂગર્ભ પરમાણુ સ્થળ પર વ્યાપક નુકસાન થયું હોવાનું જોવા મળી રહ્યું છે. પ્લેનેટ લેબ્સ પીબીસી દ્વારા લેવામાં આવેલી તસવીરો દર્શાવે છે કે, અગાઉ ભૂરા રંગની ટેકરીઓ ભૂખરી થઈ ગઈ છે અને તેનો આકાર અગાઉની છબીઓ કરતા થોડો અલગ જોવા મળી રહ્યો છે. આ તસવીરો કહી રહી છે કે, અહીં વ્યાપક નુકસાન થયું છે.