16 વર્ષ પછી આમિર ખાન કોઇ એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો હતો. 75મા માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારંભમાં આમિરને ફિલ્મ 'દંગલ' માટે સન્માનિત કરાયો હતો. અનેક વર્ષ પહેલા એવોર્ડ ફંક્શનનો બોયકોટ કરી ચૂકેલો આમિર છેલ્લે ફિલ્મ 'લગાન'(2001)ની ઓસ્કર સેરેમનીમાં જોવા મળ્યો હતો. લતા મંગેશકરના કહેવાથી એવોર્ડ ફંક્શનમાં આવ્યો આમિર એવોર્ડનો બોયકોટ કરી ચૂકેલા આમિરે લતા મંગેશકરના કહેવાથી એવોર્ડ ફંક્શન એટેન્ડ કર્યું હતું. લતા મંગેશકરે આમિરને સ્પેશ્યિલ આમંત્રણ મોકલાવ્યું હતું. જે પછી આમિર લતા મંગેશકર પરિવાર દ્વારા સંચાલિત દીનાનાથ મંગેશકર પુરસ્કારમાં ફિલ્મ 'દંગલ'નો એવોર્ડ લેવા પહોંચ્યો હતો. આમિર ખાનને આ એવોર્ડ સંઘ પ્રમુખ મોહન ભાગવતે આપ્યો હતો.