ચૂંટણી પંચે રાજ્યસભાની ૧૮ બેઠકો માટે આગામી ૧૯મી જૂને મતદાન કરાવવાની જાહેરાત કરી છે. યાદ રહે કે કોરોનાના સંકટને કારણે ૨૬મી માર્ચે યોજાનારી આ ચૂંટણીને રદ કરી દેવાઇ હતી. ખરેખર તો રાજ્યસભાની ૫૫ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પરંતુ ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે ૧૮મી માર્ચે ૩૭ બેઠકો ઉપર પ્રતિસ્પર્ધા ન હોવાને કારણે ફ્ક્ત એક જ ઉમેદવાર જંગમાં રહેતા એ તમામને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ૩૭ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા બાદ બાકીની ૧૮ બેઠકો માટે ચૂંટણી ૨૬ માર્ચે યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે એ વખતે ચૂંટણી ટાળી દેવામાં આવી હતી.