Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ધીમંત પુરોહિત

    ૯૩ વરસમાં આ પહેલીવાર થયું. રીતસરનો એક લોખંડી પડદો હટ્યો. ૧૯૨૫મા સ્થપાયેલા સંઘ એટલે કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલેકે આર એસ એસ ફરતે રહસ્ય અને વિવાદોના અનેક જાળા વીંટળાયેલા છે. ૨૦૧૮ના સપ્ટેમ્બરના ૧૭ ૧૭ ૧૯ ત્રણ ત્રણ દિવસ આપણને આર એસ એસ એટલે શું અને શું નહિ એ વાત અશ્વમુખે એટલે કે, ફ્રોમ ધ હોર્સીસ માઉથ સાંભળવા મળી. કેટલું બધું ન્યુ ઇન્ડીયામાં પહેલી વાર થઇ રહ્યું છે. હિન્દુવાદી કહેવાતી ભાજપામાંથી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી મુસ્લિમ દાઉદી વ્હોરા સમાજના મેળાવડામાં ભાગ લેવા મસ્જીદમાં ગયા. સેક્યુલર કહેવાતી કોંગ્રેસ પાર્ટીના વડા શિવના ધામ કૈલાસ માનસરોવર ગયા. અને હવે એક રીતે કહીએ તો,આર એસ એસનાં વડા મોહન ભાગવતે પોતે ત્રણ દિવસ સુધી બે-બે કલ્લાક રોજ એટલે કુલ્લે છ કલ્લાક જાહેર ભાગવત કથા કરી અને અંતે પસંદ કરેલા પ્રશ્નોના મુક્ત મને જવાબ પણ આપ્યા. ભાગવતને જો કે આ વડા શબ્દ સામે વાંધો છે. એ પોતાને સંઘ સર ચાલક તરીકે જ ઓળખાવુ પસંદ કરે છે. પણ ગુજરાતી - અંગ્રેજી શબ્દકોશમાં સર સંઘ ચાલકનો અર્થ નથી મળતો એટલે આપણે વડા વાપરવું પડે છે. આ પદની કોઈ ચુંટણી નથી થતી, એ નિમાય છે. સર સંઘ ચાલકને હટાવી નથી શકાતા, એ પોતાની મરજી સુધી આ પદ પર રહે છે અને ઈચ્છે તો પોતાના અનુગામીને નીમી શકે છે. પણ ભાગવતનું કહેવું છે, કે સંઘ જેવી લોકશાહી બીજે ક્યાયે નથી. સંઘમાં સર કાર્યવાહની લોકશાહી ઢબે ચુંટણી થાય છે. ભાગવતના કહેવા પ્રમાણે સર કાર્યવાહ એક પ્રકારે સંઘનાં સી ઈ ઓ છે, એમના જ કહેવા મુજબ, સર કાર્યવાહ સંઘ સર ચાલકને પણ કહી શકે કે, દિલ્હીની આ સભા છોડીને તાત્કાલિક નાગપુર જાવ. આ બધી વાતો આપણે માટે નવી છે. બીજી નવી વાત એ, કે પહેલી વાર દિલ્હીનું સરકારી વિજ્ઞાન ભવન આ પ્રકારના કાર્યક્રમ માટે અપાયું અને પાછું ત્રણ દિવસનો આ કાર્યક્રમ પબ્લિક બ્રોડકાસ્ટર દૂરદર્શન પરથી લાઈવ પ્રસારિત થયો. આ પણ પહેલી વાર થયું.

    આમ બન્યું કેમ? સામાન્યપણે પ્રચારમાં ન માનતો અને એથીયે આગળ વધીને કહીએ તો ગુપ્તતાના આવરણ હેઠળ રહેતો સંઘ આ રીતે જાહેરમાં કેમ આવ્યો? અથવા કેમ આવવું પડ્યું? ૨૦૧૯ની લોકસભા ચુંટણી સાથે એને કશો સંબંધ ખરો કે નહિ, એની શું શું અસરો પડવાની, એ પર આવનારા દિવસોમાં ઉગ્ર ચર્ચાઓ થતી રહેવાની એટલે એ વાત આપણે ટીવીવાળાઓ પર છોડીએ. જસ્ટ ટુ એવોઈડ રીપીટેશન.

    આપણે એ વાત કરીએ, કે મોહન ભાગવતે આ ઐતિહાસિક પ્રસંગે કહ્યું શું? આમ તો આ પ્રકારની વાતોને સંઘમાં બૌદ્ધિક કહેવાય છે. સંઘમાં એનું અત્યંત મહત્વ છે. મોહન ભાગવતના જ કહ્યા મુજબ, સંઘનું એક જ મુખ્ય કાર્ય છે, શાખા ચલાવવી. શાખામાં શારીરિક અને માનસિક કસરત થતી હોય છે. ભાગવતની એ વાતને અપ્રિશિએટ કરવી પડે કે એક મુસલમાનોના પ્રશ્નને બાદ કરતા બાકી બધ્ધા મુદ્દે એમણે ટીવીની ભાષામાં કહીએ તો તાલ ઠોક કે એટલે કે એક ઘા અને બે કટકાની ભાષામાં, જરા બી ડીપ્લોમેટીક થયા વિના એકદમ સ્પષ્ટ વાત કરી.

    - જે રામ મંદિરના મુદ્દાને લઈને ભાજપ લોકસભામાં બે સીટ થી ૨૮૨ સીટ સુધી પહોચ્યો, એને વિષે સંઘ સ્પષ્ટ માને છે, કે આ મુદ્દો આટલા વરસો સુધી ખોટો લટકાવી રાખ્યો છે. રામ જન્મ ભૂમિ પર મંદિર નિર્માણ હવે વિના વિલંબે શીઘ્ર થવું જોઈએ.

    - કાશ્મીર અંગે પણ સંઘ અસંદિગ્ધપણે જાહેર કરે છે, કે કલમ ૩૭૦ અને ૩૫એ દૂર થવી જોઈએ. અને પ્રાદેશિક વિકાસ માટે જરૂર પડ્યે તો જમ્મુ, કાશ્મીર અને લડાખ એમ ત્રણ ભાગ પણ કરવા જોઈએ.

    - સંઘે અનામતની તરફેણ કરી અને સુપ્રીમના ૩૭૭નાં ચુકાદાનું પણ સમર્થન કર્યું.

    - સંઘ ભલે અધિકારીક તૌર પર એમ કહેતો હોય, સંઘ બિન રાજકીય છે અને એ કોઈ રાજકીય પક્ષનું સમર્થન નથી કરતો, પણ એની સલાહ છે, કે ઇલેકશનમાં નોટાનો ઉપયોગ ના કરવો જોઈએ.

    - સંઘની ગીતા ગણાતા ગુરુ ગોલવલકરના પુસ્તક બંચ ઓફ થોટ્સમાં મુસ્લિમોનો ઉઘાડો વિરોધ છે અને એ બાબતે સંઘ હંમેશા વિવાદમાં રહે છે. મોહન ભાગવતે એપલ કે એન્ડ્રોઈડનાં સી ઈ ઓની સ્ટાઈલમાં બહુ જ સફાઈથી કહી દીધું, કે એ અમારું જુનું વર્ઝન છે, નવું વર્ઝન બહાર પડી ગયું છે, ‘ એમ.એસ.ગોલવલકર: હીઝ વિઝન એન્ડ મિશન’ – હવે આ પુસ્તક વાંચો, એમાં એવું કઈ નથી.

    આ બધી વાતો પાછી ઓફીશ્યલ બ્રોડકાસ્ટર દુરદર્શન પર લાઈવ કહેવાઈ છે, દેશની ૧૨૫ કરોડની પ્રજાને, જેમાં ૧૩ કરોડ યુવા મતદારો પણ છે, જેઓ ૨૦૧૯ની ચુંટણીમાં પહેલીવાર વોટ આપશે. એમને સ્વાભાવિકપણે, પાછલા ૯૩ વર્ષનું સંઘનું ભાગ્યે જ કોઈ એક્સપોઝર છે. એમને મન તો ભાગવતે જે કથા કરી, એ જ સંઘ છે. વળી ભાગવતે દુરદર્શન પરથી જ એ સૌને ઓપન ઇન્વિટેશન પણ આપી દીધું છે, સંઘને સમજવો હોય, તો શાખામાં આવો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ