કર્ણાટકના હાસન બેઠકથી સાંસદ અને ચૂંટણીમાં ભાજપના સહયોગી જેડીએસના સસ્પેન્ડ ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના હાલ ચર્ચામાં છે. તેમના વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું છે. ગત મહિને પ્રજ્વલ રેવન્ના પર યૌન ઉત્પીડન, તેના હજારો વીડિયો રેકોર્ડ કરવા, ધમકાવવા અને ષડયંત્ર રચવાના આરોપ છે. રેવન્નાથી જોડાયેલા અનેક વાયરલ વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.