કર્ણાટક કોંગ્રેસમાં સત્તા પરિવર્તન થવાની અટકળો તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી કે.એલ.રાજન્નાએ સપ્ટેમ્બર બાદ રાજ્યના રાજકારણમાં પરિવર્તનના સંકેત આપ્યા હતા, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યએ પણ આવા સંકેત આપતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ ધારાસભ્ય એચ.એ.ઈકબાલ હુસેને આજે (29 જૂન) દાવો કર્યો છે કે, ‘આગામી બે ત્રણ મહિનાની અંદર નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનવાની તક મળી શકે છે.’