મહારાષ્ટ્ર સરકારે રવિવારે થ્રી-લેંગ્વેજ પોલિસીથી જોડાયેલા પોતાના સુધારેલા સરકારી આદેશ (GR)ને પરત લઈ લીધો છે. હિન્દીને ત્રીજી ભાષા તરીકે થોપવાના આરોપો વચ્ચે વધતા વિરોધને લઈને સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેની સાથે જ સરકારે આ નીતિની સમીક્ષા અને અમલીકરણ માટે એક નવી સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, આ નિર્ણય રાજ્ય મંત્રિમંડળની બેઠકમાં લેવાયો. તેમણે કહ્યું કે, થ્રી-લેંગ્વેજ પોલિસી અને તેના અમલીકરણની રીતને લઈને ડૉ. નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ જ નીતિ લાગુ કરવામાં આવશે.