મધ્યપ્રદેશનાં સિંગરોલીથી ૧૮ કિ.મી. દૂર સાસન ખાતે રિલાયન્સ પાવર પ્લાન્ટનો ફ્લાય એશ ડેમ ફાટતા એક જ પરિવારનાં ૨નાં મોત થયાં હતાં જ્યારે ૪ લોકો લાપતા થયા હતા. ડેમનો કાટમાળ અને રાખવાળું પાણી નજીકનાં ગામોમાં ફરી વળ્યું હતું. કેટલાક ઘરમાં ફ્લોરિંગ પર કાટમાળ જમા થઈ ગયો હતો. શુક્રવારે સાંજે ૪ કલાકે આ ઘટના બની હતી. એક ઘરમાંથી રાખમાં ફસાયેલી બે મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી.