એશિયન ગેમ્સ 2023માં આજે મહિલા ક્રિકેટ ઇવેન્ટમાં ભારત અને મલેશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ ક્વાર્ટર ફાઈનલ મેચને વરસાદ ના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારત અને મલેશિયા વચ્ચે રમાયેલી આ મેચમાં ભારતની ઇનિગ દરમિયાન પણ વરસાદ વિલેન બન્યો હતો, જેના કારણે 15-15 ઓવરની મેચ રમાઈ હતી.