-
યુપી અને નજીકના ઉત્તરાખંડમાં તાજેતરમાં ઝેરી દારૂ-લઠ્ઠો પીવાથી 100 કરતાં વધુ લોકો માર્યા ગયાની હજુ તો તપાસ ચાલે છે ત્યાં પૂર્વોત્તરના આસામમાં ઝેરી દારૂ પીવાથી 22 લોકો માર્યા ગયા છે. નવાઇ પમાડે તેમ તેમાં 11 મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકો ચાના બગીચાના શ્રમિકો છે. આસામના ગોલાઘાટ જિલ્લામાં આ ઘટના બની છે. પોલીસે આ અંગે દેશી દારૂ બનાવવાની ફેક્ટરી જુગીબારી વિસ્તારમાંથી શોધી કાઢી છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે. હજુ 57 શ્રમિકો હોસ્પિટલમાં છે.