એક તરફ ખેડૂતો પોતાની માગણીઓ ઉપર મક્કમ છે ત્યારે બીજી તરફ ભાજપના પૂર્વ સાથી પક્ષો અને વર્તમાન સાથી પક્ષો દ્વારા કેન્દ્ર સરકાર ઉપર દબાણ વધારવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે એવોર્ડ વાપસીનો પણ સિલસિલો શરૂ થઈ ગયો છે. ખેડૂતોને થતા અન્યાય અને કૃષિ કાયદા મુદ્દે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે પદ્મ વિભૂષણનું સન્માન પરત કરી દીધું છે. બીજી તરફ અકાલીદળના નેતા સુખદેવસિંહ ઢિંડસાએ પણ પદ્મ ભૂષણ પરત કરવાની જાહેરાત કરી દીધી છે. અન્ય પૂર્વ ખેલાડીઓ પણ એવોર્ડ પરત આપવાની તૈયારીમાં છે.