બેંગાલુરુના ક્રિમિનલ અને પૂર્વ કોર્પોરેટર વી નાગરાજ ઉર્ફે બોંબ નાગાના ઘરમાંથી ૪૦ કરોડ રૃપિયાની ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટો જપ્ત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી જૂની નોટો એટલી વધારે હતી તેને ગણવામાં પાંચ કલાકનો સમય લાગ્ય હતો. એક ક્રિમિનલ કેસમાં કોર્ટના વોરન્ટને પગલે નાગરાજના ઘરની તપાસ કરવામાં આવી હતી.