વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના જમશેદપુરમાં એક સભાને સંબોધતા સત્તાધારી પક્ષ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા ઘૂસણખોરોને ઝારખંડનો સત્તાધારી પક્ષ જેએમએમ સાથ આપી રહ્યો છે. એટલુ જ નહીં આ ઘૂસણખોરો દેશમા ઘૂસ્યા બાદ જેએમએમમાં પણ ઘૂસી ગયા છે. આવુ એટલા માટે થઇ રહ્યું છે કેમ કે જેએમએમમાં કોંગ્રેસનુ ભૂત ઘૂસી ગયું છે.