લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ રાઠીની ગઈકાલે સનરાઈઝર્સ હૈદરાબાદના બેટર અભિષેક શર્મા સાથે તુ તુ મેં મેં થયા બાદ BCCIએ બંનેને સજા ફટકારી છે. જેમાં રાઠીને આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે, તેમજ ટીમની છેલ્લી લીગની મેચમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. વધુમાં મેચ ફીના 50 ટકા દંડ પણ ફટકાર્યો છે. બીજી બાજુ અભિષેક શર્મા પર મેચ ફીના 25 ટકા દંડ લાદ્યો છે.