ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની પૂરી સંભાવનાઓ છે. આગામી 22 થી 26 મે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.
હાલના સમયે એરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ વધુ મજબૂત પણ બની શકે છે. આ સિસ્ટમ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ છે. જેના પગલે 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક સપ્તાહ સુધી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મધ્યમ તો કેટલાકમાં ભારે અને અમુકમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે.