Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે શનિવારે એવું જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ૧૫મા નાણાં પંચના ટર્મ ઓફ રેફરન્સમાં ફેરફાર કરતા પહેલા રાજ્યોના મુખ્યપ્રધાનોનો અભિપ્રાય લેવો જોઈએ. ૧૫મા ફાઇનાન્સ કમિશનના રાષ્ટ્રીય સેમિનારને સંબોધિત કરતા સિંહે કહ્યું કે, જો નાણાં પંચના ટર્મ ઓફ રેફરન્સમાં ફેરફાર કરતા પહેલા રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા થઈ હોત તો વધારે સારું થયું હોત. પંચની ભૂમિકા પર બોલતા તેમણે કહ્યું કે આરોગ્ય, શિક્ષણ જેવા બીજા મહત્ત્વના મુદ્દા એવા છે જેની પર ભાર મૂકવાની જરૂર છે. જો આવું ન થયું તો અસંતોષ ફેલાવવાની ધારણા છે. સહકારી સંઘવાદમાં આપવા અને લેવાની ભાવના સામેલ છે તેથી કેન્દ્ર સરકાર માટે જરૂરી છે કે તે જ્યારે જરૂર હોય ત્યારે રાજ્ય સરકારો સાથે ચર્ચા કરે.ઉલ્લેખનીય છે કે જુલાઈમાં કેન્દ્ર સરકારે ૧૫મા ફાઇનાન્સ કમિશનના ટર્મ ઓફ રેફરન્સને બદલી નાખ્યો છે અને સંરક્ષણ તથા આંતરિક સુરક્ષા માટે ફંડની ફાળવણીના માર્ગોનું સૂચન કરવા માટે પેનલ માટે જરૂરી બનાવાયું છે. મનમોહસિંહને કહ્યું કે, કમિશનનો રિપોર્ટ નાણામંત્રાલયમાં જાય છે ત્યાંથી કેબિનેટ અને પછી કેન્દ્ર સરકાર પાસે જાય છે અને આ રીતે સરકાર અભિપ્રાય લઈ શકે છે કે, જ્યાં પણ સંસદનો મેન્ટેડ હોય ત્યાં સરકાર રાજ્યો પર મનમાની રીતે તેનો અભિપ્રાય થોપી ન શકે. સરકારે ૨૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ એન.કે. સિંહની આગેવાની વાળા ૧૫મા નાણાં પંચને ૧ એપ્રિલ ૨૦૨૦થી પાંચ વર્ષના સમયગાળા માટે કેન્દ્ર દ્વારા રાજ્યોને અપાતા ફંડની ફોર્મ્યુલા નક્કી કરવા અધિસૂચિત કર્યું હતું. મનમોહને કહ્યું કે હું તમામ સત્તામંડળોને સન્માન સાથે કહેવા માગું છું કે આ સંબંધમાં વિવાદની સ્થિતિમાં મુખ્યપ્રધાનોના સૂચનો પર ધ્યાન આપવાની જરૂર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ