ભારત ચીન સરહદ પર થયેલી હિંસામાં ભારતીય સેનાના ઓછામાં ઓછા 20 જવાનો શહીદ થઇ ગયા છે. ત્યારબાદ ચીની ઉત્પાદનોના બહિષ્કારની માંગણી વધી રહી છે. એક તરફ દેશમાં ચીની ઉત્પાદનોનો વિરોધ થઇ રહ્યો છે જ્યાં બીજી બાજુ BCCIએ સ્પષ્ટ રૂપે કહી દીધું છે કે, તેઓ IPLના પ્રયોજક વીવો સાથે પોતાનો કરાર રદ કરશે નહીં. BCCIએ કહ્યું હતું કે, તેઓ આગામી સમય માટે પોતાની સ્પોન્સર નીતિ પર સમીક્ષા કરવા માટે તૈયાર છે પરંતુ હાલના IPL ટાઈટલ સ્પોન્સર વીવોને લઈને કરાર રદ કરવાનો કોઈ જ ઈરાદો નથી. સાથે બોર્ડના કોષાધ્યક્ષ અરુણ ધુમલનું કહેવું છે કે, IPL માં ચીની કંપનીથી રૂપિયા આવી રહ્યા છે જેનાથી દેશને ફાયદો થઇ રહ્યો છે, ચીનને નહીં. BCCI ને વીવો તરફથી વર્ષે 440 કરોડ રૂપિયા મળે છે જેનો પાંચ વર્ષનો કરાર 2022માં પૂર્ણ થઇ જશે.