ભારત બંધને દેશભરમાંથી નબળો પ્રતિસાદ મળ્યો છે. આંદોલનકારી ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનની પંજાબમાં અસર દેખાઈ હતી. આ ઉપરાંત હરિયાણામાં પણ અસર દેખાઈ હતી. પરંતુ તે સિવાય અન્ય રાજ્યોમાં ભારત બંધનું એલાન વિપક્ષી પાર્ટીઓના કાર્યકરો માટે સરકાર વિરુદ્ધ દેખાવો કરવાનું નિમિત્ત બનીને રહી ગયુ હતું. કોંગ્રેસ સમાજવાદી પાર્ટી, આરજેડી, આપ સહિતની વિપક્ષી પાર્ટીના કાર્યકરોએ રસ્તા પર ટાયર સળગાવીને ઠેરઠેર ટ્રાફિક અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. કોઈક જગ્યાએ ટ્રેન અટકાવવાના પણ પ્રયાસો થયાં હતાં. હાઈવે પર ટ્રાફીક રોકાયો હતો. પરંતુ તતે સિવાય દેશભરમાં જન વ્યવહાર અને વેપારધંધા મોટા ભાગે રાબેતામુજબ ચાલુ રહ્યા હતાં. ભારત બંધના એલાનને મળેલી નિષ્ફળતાને કારણે ખેડૂત નેતાઓ દબાવમાં આવ્યા છે.