કેદારનાથ હાઇવે પર સોનપ્રયાગથી લગભગ એક કિમી દૂર ગૌરીકુંડ તરફ ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. ગૌરીકુંડથી સોનપ્રયાગ તરફ આવતા કેટલાંક મુસાફરો કાટમાળ નીચે દટાયા હતા.
માહિતી મળતાં જ પોલીસ, પ્રશાસન, SDRF અને NDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમોએ સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ દરમિયાન સોમવારે મોડી રાત્રે આ સ્થળેથી ત્રણ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવાયા હતા. એક વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો જેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.