બિહારમાં ગુરુવારે કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે આકાશી આફતરૂપી વીજળી પડવાથી 83 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે લગભગ એક ડઝનથી પણ વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછાં 20 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર અને ઉત્તરપ્રદેશમાં આકાશી આફતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી છે. ટ્વીટ કરીને પીએમએ કહ્યું કે, બિહાર અને ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને આકાશી વીજળી પડવાથી કેટલાક લોકોના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. રાજ્ય સરકારો તાત્કાલિકથી રાહત કાર્યોમાં લાગી છે. આ સંકટમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, તેમના પરિવારજનો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કર્યું છું.