બિહાર વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં આરજેડી નેતા તેજસ્વી યાદવના નેતૃત્વમાં પાંચ પક્ષોના મહાગઠબંધનને જીત મળતી હોવાનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું જે હવે ખોટું સાબિત થઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. જે મોડે સુધી ચાલે તેવી શક્યતા છે. બિહાર વિધાનસભાની કુલ બેઠકો 243 છે જેમાંથી બહુમત માટે 122 બેઠકોની જરૂર છે. શરૂઆતમાં તેજસ્વી યાદવના નેતૃત્વવાળું મહાગઠબંધન ખુબ આગળ જોવા મળ્યું પરંતુ ત્યારબાદ NDAએ જબરદસ્ત વાપસી કરી અને છેલ્લે મળતી માહિતી મુજબ ટ્રેન્ડમાં બહુમત પાર કરી લીધો છે. BJP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે.