બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Bihar CM - Nitish Kumar) ચૂંટણી પહેલા આજે મોટી જાહેરાત કરી છે, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કેબિનેટની બેઠકમાં નવી યોજના 'મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના' (Mukhya Mantri Mahila Rojgar Yojana - Bihar) ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય રાજ્યના તમામ પરિવારોને તેમની પસંદગીની રોજગાર શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનું છે.
તેમણે વધુમાં લખ્યું છે કે, આ મિશનને આગળ વધારીને અમે હવે મહિલાઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે, જેનાથી સકારાત્મક દૂરના પરિણામો આવશે. તેમણે માહિતી આપી કે, બિહાર સરકારે કેબિનેટની બેઠકમાં મહિલા રોજગાર માટેની નવી યોજનાને (Mukhya Mantri Mahila Rojgar Yojana - Bihar) મંજૂરી આપી છે.
નાણાકીય સહાય તરીકે, તમામ પરિવારોની મહિલાને તેની પસંદગીના રોજગાર માટેના પ્રથમ હપ્તા તરીકે 10,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. રસ ધરાવતી મહિલાઓ પાસેથી અરજીઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેની સંપૂર્ણ વ્યવસ્થા અને પ્રક્રિયા ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવશે અને આ માટે, શહેરી વિકાસ અને આવાસ વિભાગનો સહયોગ પણ જરૂરિયાત મુજબ લેવામાં આવશે.