જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલને બીજી નોટિસ ફટકારી છે. આ નોટિસમાં, શાળાને તેની માન્યતા અને અન્ય જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. શાળાએ આજે સવારે 11 વાગ્યા સુધીમાં DEO ને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે.
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જારી કરાયેલ આ નોટિસમાં, શાળાને નીચેના દસ્તાવેજો સબમિટ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે: શાળાનું માન્યતા પ્રમાણપત્ર: રાજ્ય સરકાર તરફથી મળેલી માન્ય મંજૂરીનો પુરાવો.શાળાના NOC અને ઇમારતના NOC સંબંધિત દસ્તાવેજો. ICSE બોર્ડ દ્વારા શાળાને મળેલી માન્યતા સંબંધિત તમામ દસ્તાવેજો. અને શાળાના કાયદેસર સંચાલન અને ઇમારતની સલામતી સાબિત કરતા પુરાવા.