ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે હાંસલપુર સ્થિત મારૂતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રીક કારનુ લોન્ચિંગ અને બેટરી પ્લાન્ટનુ ઉદ્ઘાટન કર્યુ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રીએ સુઝુકી પ્લાન્ટ ખાતે ટોચના અધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં જાપાનના ઇન્ડિયાના રાજદૂત એચઇ ઓનો કેઇચીએ સંબોધન કર્યુ હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભારતની મેક ઇન ઇન્ડિયાની સફરમાં એક નવો અધ્યાય જોડાશે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ ના લક્ષ્ય તરફ મોટુ પગલુ છે. આજથી ભારતમા બનેલા ઇલેક્ટ્રીક વ્હિકલ 100 દેશોમા એક્સપોર્ટ કરવામાં આવશે.આજે હાઇબ્રિટ બેટરીનુ ઉત્પાદન શરૂ થશે. આજનો દિવસ ભારત અને જાપાન ની મીત્રતાને પણ નવા સ્તરે લઇ જશે. દેશવાસીઓને, જાપાનને તેમજ સુઝુકી કંપનીને અભિનંદન પાઠવું છું.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, આજે મારૂતી ટીનએજમા પ્રવેશ કરી રહ્યુ છે એક પ્રકારે ટીનએજ સપનાઓને પાંખ આપવાનો કાળખંડ હોય છે. ગુજરાત અને મારૂતીનો ટીન એજમા પ્રવેશ એટલે આવનાર દિવસોમા મારૂતિને નવી પાંખો ફેલાવશે. નવી ઉમંગ અને ઉત્સાહ સાથે આગળ વઘશે તેવો વિશ્વાસ છે. ભારતની સક્સેસ સ્ટોરીના બીજ અંદાજે 13 વર્ષ પહેલા રોપવામાં આવ્યા હતા. 2012માં ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મે મારૂતી સુઝુકીને હાંસલપુરમા જમીન ફાળવી હતી.તે સમયે પણ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનુ વિઝન હતું.તે સમયના પ્રયાસ દેશના સંકલ્પને પુર્ણ કરવામાં મોટી ભૂમિકા નિભાવી રહ્યુ છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ભારત પાસે ડેમોક્રેસીની શક્તિ છે અને ભારત પાસે ડેમોગ્રાફીનો એડવાન્ટેજ છે. આપણી પાસે સ્કીલ વર્કરનો મોટો વર્ગ છે તેના કારણે આપણા દરેક પાર્ટનર માટે વિન –વિન સ્થિતિનુ નિર્માણ કરી શકીએ છીએ. સુઝુકી જાપાન ભારતમાં ઉત્પાદન કરી રહ્યુ છે અને ગાડી પાછી જાપનને એક્સપોર્ટ કરવામાં આવશે. આ જાપાન અને ભારતના સબંધની મજબૂતી છે અને ભારતને લઇ ગ્લોબલ કંપનીના ભરોસાને પણ રજૂ કરે છે. મારૂતી સુઝુકી જેવી કંપનીઓ મેક ઇન ઇન્ડિયા ના બ્રાન્ડ એમ્બેસેડર બની ગઇ છે. સતત 4 વર્ષથી મારૂતી ભારતની સૌથી મોટી કાર એક્સપોર્ટર છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, દુનિયાના દેશોમાં મારૂતીની જે કાર ચાલશે તેમા મેડ ઇન ઇન્ડિયા લખેલુ હશે. ઇવી ઇકો સિસ્ટમનુ ક્રિટીકલ પાર્ટ બેટરી છે. પહેલા ભારતમા બેટરી ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી. ઇવી મેન્યુફેચરિંગ માટે મહત્વનુ હતુ કે ભારત બેટરીનુ ઉત્પાદન કરે તે જ વિઝન સાથે 2017મા ટીડિએસજી બેટરી નિર્માણનો પાયો નાખ્યો હતો.જેમા ત્રણ કંપની મળીને બેટરીનુ ભારતમાં મેન્યુફેકચરિંગ કર્યુ. થોડા વર્ષ પહેલા ઇવીને માત્ર એક નવા વિકલ્પ તરીકે જોવામાં આવતુ. પરંતુ મારુ માનવુ છે કે ઇવી અનેક સમસ્યા નુ નક્કર સમાઘાન છે. મારા સિંગાપુર પ્રવાસમાં કહ્યુ હતું કે, જૂની ગાડીઓ અને એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઇવીમા બદલી શકીએ છીએ. મારુતી સુઝુકીએ આ પડકારને સ્વીકાર કર્યો અને માત્ર 6 મહિનામાં એક વર્કિગ પ્રોટોટાઇપ તૈયાર કરી દિધુ.મે તે હમણા હાઇબ્રિડ એમ્બ્યુલન્સનો વર્કિગ પ્રોટોટાઇપ જોયો છે. અંદાજે 11 હજાર કરોડની યોજનામાં ઇ-એમ્બ્યુલન્સ માટે પણ બજેટ નિર્ઘારિત કર્યુ છે. હાઇબ્રિડ ઇવીથી પ્રદુષણ ઘટશે અને જૂના વાહનોને ટ્રાન્સફોર્મ કરી શકાશે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ક્લિન એનર્જી અને ક્લિન મોબિલિટી આપણુ ભવિષ્ય છે. ભારત ઝડપથી ક્લિન એનર્જી અને ક્લિન મોબિલિટીનું વિશ્વાસપાત્ર સેન્ટર બનશે. મોબાઇલ ફોન પ્રોડકશન 2014ની તુલનામાં 2700 ટકા વધ્યુ છે. ડિફેન્સ પ્રોડકશનમાં પાછલા દાયકામાં 200 ટકા કરતા વધુ વધારો થયો છે. આજે આ સફળતા ભારતના દરેક રાજયોને પ્રેરણા આપી રહી છે. રાજય પોતાની પોલીસીને નીટ એન્ડ ક્લીન રાખે તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધે છે. રોકાણકારો વિશ્વાસ સાથે આવશે. રાજ્યોમા એવી સ્પર્ઘા થવી જોઇએ કે ભારતમાં આવનાર કંપની વિચારવા માટે મજબૂર થવુ પડે કે કયા રાજયમા જવું. આવી સ્પર્ધાથી દેશને લાભ થશે. 2047મા વિકસીત ભારતના લક્ષ્યમા દરેક રાજ્ય પોત પોતાની ભાગીદારી નિભાવે.જે સેક્ટરમા ભારતે સારુ પ્રદર્શન કર્યુ છે તેને વધુ સારુ કરવાનું છે ,આના માટે અમે મિશન મેન્યુફેક્ચરિંગ પર ભાર આપી રહ્યા છીએ. આવનાર સમયમાં અમારુ લક્ષ્ય ફ્યુચેરેસ્ટિક ઇન્ડસ્ટ્રી પર હશે. સેમિકન્ડકટર ક્ષેત્રમા ભારત ઝડપથી આગળ વઘી રહ્યુ છે.દેશમા 6 પ્લાન્ટ તૈયાર થવાના છે.
શ્રી મોદી સાહેબે ભારત-જાપાનના સબંધ વિશે કહ્યુ કે, ભારત અને જાપાનનો સબંધ ડિલ્પોમેટીક સબંઘથી ઘણો આગળ, સાંસ્કૃતિ અને વિશ્વાસનો સબંઘ છે. જાપાન અને ભારત એક બીજાની પ્રગતીમા પોતાની પ્રગતી ઇચ્છે છે. મારૂતી સુઝુકી સાથે અમે જે સફર શરૂ કરી હતી તે હવે બુલેટ ટ્રેનની સ્પીડ સુધી પહોંચી છે. ભારત-જાપાનની પાર્ટનર્શીપની ઉદ્યોગીક શક્યતાને સાકાર કરવાની પહેલ ગુજરાત થી જ થઇ છે. આજે આપણી શાળા,કોલેજોમા મોટી સંખ્યામાં જાપાનની ભાષા શિખવાળવામાં આવે છે.ભારત જાપાન વચ્ચે પીપલ ટુ પીપલ કનેકટીવીટી વધી રહી છે. સ્કીલ અને રિસોર્સ સાથે જોડાયેલી જરૂરિયાતને આપણે પુરી કરી શકીએ છીએ.મને વિશ્વાસ છે આજનો પ્રયાસ 2047ના વિકસીત ભારતના પાયાને નવી ઉંચાઇ આપશે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજનો આ કાર્યક્રમ એક એવો અવસર છે કે જે ગુજરાતની ઇન્ડસ્ટ્રી સેકટરમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઇ રહ્યો છે. ગુજરાતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ અપનાવ્યો છે. આજે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં હાંસલપુર ખાતે સુઝુકી મોર્ટર દ્વારા ઇલેક્ટ્રીક કાર અને બેટરીનું પ્લાન્ટના ઉત્પાદનની કાર્યવાહી વિકસીત ભારત માટે મહત્વનુ પગલુ છે. વડાપ્રધાનશ્રીએ ઉદ્યોગને ફકત રોજગારી અને આર્થિક રોકાણનુ સાઘન જ નહી પરંતુ સંપુર્ણ સામાજીક આર્થિક પરિવર્તન નુ મોટુ માધ્યમ ગણાવ્યું છે. તેમનો આ વિચાર આજે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડના રૂપમાં વિશ્વ સામે છે. સુઝુકી મોટર્સનુ આ મોડલ પ્લાન્ટથી ગુજરાત ગ્લોબલ ઉત્પાદન હબ તરીકે જાણીતુ થશે. વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે પાછલા બે દશકમા સાબિત કરી દીધુ કે સાચી નીતી ઇઝ ઓફ ડુઇગ બિઝનેસ અને પ્રો એકટીવ ગવરનન્સ સાથે મળી કેવી રીતે રાજયને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવી શકે છે.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, માંડલ,હાંસલપુર અને બેચરાજી વિસ્તારમાં ઓટોમોબાઇલ સેક્ટરનુ ઇકો સિસ્ટમ તૈયાર થયુ છે. સુઝુકીના આ પ્લાન્ટથી ઇલેક્ટ્રીક વ્હિકલ પ્રોડોકશનની શરૂઆત નેક્સ્ટ જનરેશન માટે ગ્રીન એન્વાયરેમેન્ટ માટે સંક્લપ બની રહેશે.ગુજરાત અને જાપાનનો સબંઘ વિશ્વાસ,વેપાર અને સંસ્કારનો છે. ગુજરાતનુ ઓટોમેટીવ સેક્ટર વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમા આવનાર સમયમાં વિશ્વના દેશોને નવી દિશા આપનાર બની રહેશે.
આ કાર્યક્રમમાં રાજયના મંત્રીશ્રીઓ,સાંસદશ્રીઓ,ઘારસભ્યશ્રીઓ,કંપનીના અધિકારીશ્રીઓ અને આમંત્રીતમહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.