ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને 23 મે, 2025ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. GSSSB મંડળ દ્વારા રેવન્યુ તલાટીની વર્ષ 2025ની પરીક્ષા પ્રાથમિક પરીક્ષાને લઈને જાહેરાત કરી છે.
GSSSB હેઠળ યોજાનાર રેવન્યુ તલાટી (301/202526) ભરતીની પ્રાથમિક પરીક્ષાને લઈને મંડળે જાહેરાત કરી છે. જેમાં GSSSBએ રેવન્યુ તલાટીની પ્રાથમિક પરીક્ષા આગામી 14 સપ્ટેમ્બર, 2025ના રોજ લેવામાં આવશે તેમ જણાવાયું છે.