Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચે આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ તારીખોની જાહેરાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ તારીખો જાહેર કરતા કહ્યું કે કોરોના કાળની આ પહેલી ચૂંટણી છે. એક બૂથ પર ફક્ત એક હજાર વોટરને મતદાન કરવા દેવાશે. બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર, અને ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થશે. મતગણતરી 10 નવેમ્બરે હાથ ધરાશે. 
ત્રણ તબક્કામાં ચૂંટણી
પહેલા તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબરે યોજાશે જેમાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થશે. 31,000 પોલિંગ બૂથ પર મતદાન થશે. આ માટે નોટિફિકેશન એક ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. બીજા તબક્કાનું મતદાન 10 નવેમ્બરે થશે અને આ મતદાન 17 જિલ્લાની 94 બેઠકો પર યોજાશે. આ માટે 42 હજાર પોલિંગ બૂથ હશે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7મી નવેમ્બરે બાકીની તમામ 78 બેઠકો પર થશે. આ મતદાન માટે 33.5 હજાર પોલીંગ બૂથ બનાવવામાં આવશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ