દેશભરના દ્વિચક્રી વાહનચાલકો માટે હવે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) પ્રમાણિત હેલ્મેટ ફરજિયાત બની છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતમાં ટુ વ્હિલર્સ માટે હવે ફક્ત બીઆઇએસ પ્રમાણિત હેલ્મેટનું જ ઉત્પાદન અને વેચાણ થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે હેલ્મેટ ફોર રાઇડર્સ ઓફ ટુ વ્હિલર્સ (ક્વોલિટી કન્ટ્રોલ) ઓર્ડર ૨૦૨૦ જારી કરતાં જણાવ્યું હતું કે, દ્વિચક્રી વાહનચાલકો માટેના પ્રોટેક્ટિવ હેલ્મેટ બીઆઇએસ પ્રમાણિત હોવા ફરજિયાત છે.
માર્ગ અકસ્માત અને ઈજા
૪૫ ટકા ઈજા માથામાં થાય છે
૩૦ ટકા મગજની ગંભીર ઈજા
૭૦ ટકા જોખમ હેલ્મેટ પહેરવાના કારણે ઘટે છે
૪૩,૬૦૦ ના હેલ્મેટ નહીં પહેરતા ૨૦૧૯માં મોત
૨,૦૦,૦૦૦ હેલ્મેટ રોજની ભારતમાં વેચાય છે
૮૦,૦૦૦ હેલ્મેટ હળવી ગુણવત્તાવાળી વેચાય છેવિન્ટેજ વાહનોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા નક્કી કરાશે
સરકારે જણાવ્યું છે કે તે વિન્ટેજ કારની રજિસ્ટ્રેશન પ્રક્રિયા નિર્ધારિત કરવા માગે છે. આ માટે સરકારે પ્રસ્તાવિત નિયમો માટે જાહેર જનતાના મંતવ્યો મંગાવ્યા છે. હેરિટેજ વેલ્યૂ ધરાવતા વાહનોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા નિયંત્રિત કરવા હાલ કોઈ નિયમો અસ્તિત્વ ધરાવતા નથી.