-
ભાજપે ગુજરાત સહિત સમગ્ર દેશમાં નોટબંધીનો દિવસ 8 નવેમ્બરને એન્ટી બ્લેક મની ડે તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રી અરૂણ જેટલીએ આ જાહેરાત કરી હતી. ગયા વર્ષે મોદી સરકાર દ્વારા 8 નવે.ના રોજ એકાએક 500 અને 1000ની નોટો ચલણમાંથી રદ્દ કરતાં ભારે વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ જો કે આ દિવસને બ્લેક ડે તરીકે મનાવવાની જાહેરાત કરી છે.