-
ભાજપે પેજ પ્રમુખના નવતર પ્રયોગ બાદ હવે વોટ્સએપ ગ્રુપ દ્વારા એક સાથે 70 કરોડ લોકો સાથે સીધા સંપર્કમાં રહેવાની જબરજસ્ત રણનીતિ અપનાવી છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી માટેના અંદાજે 9.27 લાખ મતદાન મથકોમાં પ્રત્યેક મતદાન મથક માટે 3 વોટ્સએપ ગ્રુપ બનાવીને અંદાજે 70 કરોડ લોકો સાથે સીધા સંપર્કમાં રહેવાનું આયોજન બનાવ્યું છે. એક વોટ્સએપ ગ્રુપમાં મહત્તમ 256 સભ્યો પ્રમાણે 3 ગ્રુપમાં 768 સભ્યોને જોડીને 70 કરોડ સભ્યોનું વિશાળ વોટ્સએપ ગ્રુપ બનશે. જે સમગ્ર વિશ્વનું કદાજ એક જ પક્ષ કે સંસ્થાનું સૌથી મોટુ વોટ્સએપ ગ્રુપ હશે. મન..મન..અને જન..જન..સુધી પહોંચવા ભાજપે સોશ્યલ મિડિયાનો રસ્તો પણ અપનાવ્યો છે.