-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિધાનસભાની ચૂંટણીઓમાં કાર્યકરોને માર્ગદર્શન આપવા ફરીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ 4 નવે.થી અંદાજે એક સપ્તાહ ગુજરાત રોકાશે. 4 નવે.ના રોજ તેઓ કચ્છની મુલાકાત લેશે.ભાજપે ગુજરાતમાં ચૂંટણીઓને ધ્યાનમાં રાખી શક્તિ કેન્દ્રો બનાવ્યાં છે. અમિત શાહ વિવિધ શહેર ને જિલ્લાની મુલાકાત વખતે ભાજપના શક્તિ કેન્દ્રોની મુલાકાત લઇને સ્થાનિક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ,ધારાસભ્યો,બોર્ડ-નિગમના હોદ્દેદારો વગેરે સાથે બેઠક યોજીને જે તે મત વિસ્તારમાં ભાજપની જીતવાની તકો કેટલી છે તેનો ગ્રાઉન્ડ લેવલનો ક્યાસ કાઢશે. તેઓ અંદાજે 36 શહેરોની મુલાકાત લેશે. ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તે પહેલાની રાષ્ટ્રીય અધ્યક્ષની આ મુલાકાત અને સ્થળ રિપોર્ટ ખૂબ જ મહત્વનો બની રહેશે.એમ મનાય છે કે ભાજપના નેતાઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ક્યાં, કેટલો અને ક્યા આધારે આટલો આવકાર મળ્યો તેના કારણો જાણવાનો પ્રયાસ પણ કરી રહ્યાં છે.