કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા અને ઠંડા પવનોને કારણે આ ત્રણેય રાજ્યો ઠંડાગાર બની ગયા હતા. સોમવારે દ્રાસમાં પારો માઇનસ 31.4 પર પહોંચ્યો હતો. મોસમની આ ઠંડામાં ઠંડી સવાર હતી. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાથી ઉત્તર ભારતનાં મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડી ફરી વળી હતી.
ઠંડા પવનોને કારણે દિલ્હીમાં છેલ્લાં 8 વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. દિલ્હીમાં સોમવારે સવારે ઠંડી 5.5 ડિગ્રી હતી. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે નવી સિસ્ટમ ઊભી થતા ઠંડી વધી છે જેની અસર 2 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ગુલમર્ગમાં પારો માઇનસ 12.6 જ્યારે રોહતાંગમાં માઇનસ 4 રહ્યો હતો. કેદારનાથ અને બદરીનાથમાં 2 ફૂટ બરફનાં થર જામ્યા હતા.