અમદાવાદમાં તૂટી પડેલા એર ઈન્ડિયાના વિમાન એઆઈ-૧૭૧ અંગે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરોએ તેનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો છે. જોકે, અંતિમ રિપોર્ટ આવતા હજુ ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. એર ઈન્ડિયાનું વિમાન તૂટી પડયાના ચાર સપ્તાહ પછી પ્રાથમિક રિપોર્ટ અપાયો છે. બીજીબાજુ સંસદની પીએસી સમક્ષ એર ઈન્ડિયાએ વિમાન બનાવતી કંપની બોઈંગનો બચાવ કરતા દાવો કર્યો કે, બોઈંગ કંપનીનું ડ્રીમલાઈનર સૌથી સુરક્ષિત વિમાન છે.