બોલિવૂડના જાણીતા એક્ટર ઋષિ કપૂરની મોડી રાતે અચાનક તબિયત બગડવાના કારણે તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને માહિતી આપી છે કે 67 વર્ષની વયે બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂરને કેન્સરની સારવાર માટે મોડીરાતે એચએન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ બોલિવૂડના અન્ય દિગ્ગજ અભિનેતા ઈરફાન ખાનનું પણ કેન્સરના કારણે મોત થયું હતું.