Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાનનું મુંબઈના બાંન્દ્રા સ્થિત ગુરૂ નાનક હોસ્પિટલમાં નિધન થયું છે. 17 જૂને શ્વાસ લેવામાં થતી તકલીફના લીધે હોસ્પિટલમાં દાખલ થયેલા સરોજ ખાન શુક્રવારે આજે સવારે 1.52 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામ્યા છે. કોરિયોગ્રાફર સરોજ ખાન ડાયાબિટીસ અને બીજી બિમારીથી ઝઝૂમી રહ્યા હતા. એમનો કોરોના ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો હતો. તેઓ 72 વર્ષના હતા.  હવે મુંબઈના ચારકોપ કબ્રિસ્તાનમાં તેમના સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

સરોજ ખાનના પરિવારમાં પતિ બી. સોહનલાલ, દીકરો હામીદ ખાન અને પુત્રી હિના ખાન અને સુકના ખાન છે. ત્રણ વર્ષની ઉંમરે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ શરૂ કરનાર સરોજ ખાનને 1974માં 'ગીતા મેરા નામ' સાથે સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે પહેલો બ્રેક મળ્યો હતો.

તેઓ લાંબા સમયથી પોતાના કામથી દૂર હતા, પરંતુ ગત વર્ષ (2019)માં તેમણે ધમાકેદાર મલ્ટીસ્ટાર ફિલ્મ ‘કલંક’ અને કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’માં એક એક ગીતનું કોરિયોગ્રાફ કર્યું હતું.

જણાવી દઈએ કે, બોલિવુડના દિગ્ગજ કોરિયોગ્રાફરે માત્ર 3 વર્ષની ઉંમરથી પોતાનું બેકગ્રાઉન્ડ ડાંસર કારકિર્દી શરૂ કરી હતી. તેમણે 1974માં પહેલી વખત ગીતા મેરા નામથી કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં કામ મળ્યું હતું. પોતાના કારકિર્દીમાં 2000થી વધારે ગીતોમાં કોરિયોગ્રાફી કરનારી આ દિગ્ગજને ત્રણ વખત નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યા છે. સરોજ ખાને ઘણી એવી પણ ફિલ્મો છે જેમાં તેમણે રાઈટર તરીકે પણ કામ કર્યું છે.

મિસ્ટર ઈન્ડિયાનું હવા હવાઈ(1987), તેઝાબથી એક દો તીન(1988), બેટા ફિલ્મથી ધક-ધખ કરને લગા(1992) અને દેવદાસથી ડોલા રે ડોલા(2002) તેમના આઈકોનિક ડાન્સ નંબર છે.  એમણે છેલ્લી વાર 2019માં કરણ જોહરના પ્રોડક્શન કલંકનું ગીત તબાહ હો ગઈમાં માધુરી દીક્ષિતને કોરિયાગ્રાફ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ