-
ભારતની સરકારી ટેલિફોન કંપનીના ફોન લેવા માટે એક સમયે વેઇટીંગ લિસ્ટમાં નામ નોંધાવવુ પડતુ હતું અને કોઇ સંસદસભ્યના વીવીઆઇપી ક્વોટામાંથી ટેલિફોન મળવવુ શાન ગણાતું એ ભારત સંચાર નિગમ લિ.-બીએસએનએલની હાલત આજે, એક અહેવાલ પ્રમાણે એવી થઇ ગઇ છે કે તેના 1.76 લાખ કર્મચારીઓને ફેબ્રુઆરી માસનો પગાર હજુ મળ્યો નથી..! ટેલિકોમ ઇતિહાસમાં એવુ પહેલીવાર થયું કે બીએસએનએલના કર્મચારીઓનો પગાર અટકી ગયો હોય. પગાર પેટે દર મહિને 1200 કરોડ ચૂકવવામાં આવે છે. નિગમના કર્મચારી સંગઠન ઓલ ઇન્ડિયા યુનિયન એન્ડ એસો. ઓફ બીએસએનએલ દ્વારા દૂરસંચારમંત્રી મનોજસિંહાને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. પગાર અટકતાં બીએસએનએલને હવે બીએસએનએસ- ભાઇ સાબ નો સેલેરી... કહેવામાં આવે તો નવાઇ નહીં.