મણિપુરમાં શરૂ થયેલી હિંસાને બે વર્ષથી વધુનો સમય વીતી ગયો છે અને હજુ પણ હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ મૈતેઇ સમુદાયના એક નેતાની ધરપકડના વિરોધમાં હિંસક દેખાવો થયા હતા અને અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. જેને પગલે પાંચ જિલ્લાઓમાં પ્રતિબંધો લાગુ કરાયા હતા અને ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ તમામ પ્રતિબંધિત આદેશો ઘાટી વિસ્તારમાં લાગુ કરાયા છે.