ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને જાપાન વચ્ચેના ૧૩મા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા શનિવારે જાપાનની રાજધાની ટોકિયો પહોંચ્યા હતા. અહીં ભારતીય સમુદાયનાં લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રવિવારે પીએમ મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્જો આબે વચ્ચે હોટેલ માઉન્ટ ફુજીમાં ઉષ્માસભર મુલાકાત યોજાઈ હતી, ત્યારબાદ પીએમ મોદી યામાંશી ખાતે આવેલ શિન્જો આબેનાં હોલિડે હોમ વિલાના મહેમાન બન્યા હતા. ટોકિયો પહોંચેલા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, શિન્જો આબે સાથેની આ મુલાકાત બંને દેશોના મજબૂત સંબંધોમાં નવો અધ્યાય જોડશે.