Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતના સીએજી-કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-કેગ દ્વારા 2016નો રાફેલ વિમાન સોદા અંગેનો અહેવાલ આજે 3 વર્ષ પછી સંસદમાં રજૂ કરાયો ત્યારે રાજકીય ક્ષેત્રે જેની અપેક્ષા રખાતી હતી કે કેગ રાફેલમાં મોદી સરકારને રાહત આપશે, એ મુજબ કેગે સિક્કો મારીને પ્રમાણિત કર્યું છે કે મોદી સરકારે કોંગ્રેસની યુપીએ સરકાર કરતાં 2.86 ટકા સસ્તા ભાવે 36 રાફેલ વિમાનનો સોદો કર્યો હતો. જો કે સરકારી હિસાબ-કિતાબ તપાસનાર કેગ દ્વારા વિશ્વના બીજા આવા જ લડાકૂ વિમાનોની કિંમતો જાણી તેની સાથે સરખામણી કરીને રાફેલ વિમાનને સસ્તા ગણાવ્યાં પરંતુ નવાઇ પમાડે તેમ પોતાના આ અહેવાલમાં રાફેલ વિમાનની કિંમતનો કોઇ જ ઉલ્લેખ કર્યો નથી. પરિણામે કઇ કિંમતે કઇ રીતે સસ્તા ગણાવ્યાં તેવો સવાલ થઇ રહ્યો છે. કેગે રાફેલ વિમાનના પ્રતિ સ્પર્ધી વિમાની કંપનીઓના વિમાનોની કિંમતો સાથે રાફેલની કિંમતને સરખામણી કરીને મોદી સરકારે યુપીએ કરતાં સસ્તા ભાવે રાફેલ વિમાનનો સોદો કર્યાનું ઠરાવીને કેગની પ્રસ્થાપિત નીતિથી અલગ પડીને સરકારની પીઠ થાપડી છે પણ રાફેલ વિમાનની કિંમત જાહેર કરવાનું મુનાસિફ માન્યુ નથી. તેના કારણો પણ અપાયા નથી . મોદી સરકાર હવે સુપ્રિમ કોર્ટની કહેવાતી ક્લિનચીટની જેમ કેગ રિપોર્ટનો હવાલો આપીને ચૂંટણી પ્રચારમાં તેનો રાજકીય ઉપયોગ કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ