રાજ્યની આઠ મહાનગર પાલિકાઓમાં 26મી મે એ, 25 જિલ્લાઓમાં 30 મી મે એ અને 249 તાલુકાઓમાં 1લી જૂનથી 6ઠ્ઠી જૂન દરમિયાન કાર્યક્રમો યોજાશે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને "નવી દિશા નવું ફલક" કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.