ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. એવામાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે, 'અમેરિકા અને ભારત વચ્ચે એક ટૂંક સમયમાં જ મોટો વેપાર કરાર થઈ શકે છે. ભારત હવે અમેરિકન કંપનીઓ માટે ટેક્સ ઘટાડવા માટે તૈયાર છે, જેનાથી અમેરિકન કંપનીઓને ભારતમાં વ્યવસાય કરવાની તક મળશે.'