જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજે સુરક્ષા દળો અને સ્થાનિક પોલીસ વચ્ચે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ગુપ્તચર માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદના 2-3 આતંકવાદીઓ છત્રુના ગીચ જંગલોમાં છુપાયેલા છે. આ માહિતીને આધારે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને તે પછી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા જોઈ સુરક્ષા દળો પર હુમલો કર્યો, જેના જવાબમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર શરૂ થયો, જે હાલમાં પણ ચાલુ છે.