એમ્સના રિપોર્ટ બાદ હવે સીબીઆઈની તપાસમાં પણ એમ જ તારણ આવ્યું છે કે, સુશાંતસિંહ રાજપૂતની હત્યા નહોતી થઈ, પરંતુ તેણે આત્મહત્યા કરી હતી. સીબીઆઈના સૂત્રોએ બુધવારે જણાવ્યું છે કે, ક્રાઇમ સીનને અનેક વખત રિક્રિયેટ કરવામાં આવ્યા બાદ સીબીઆઈ આ તારણ પર પહોંચી છે. કેમ કે, ક્રાઇમ સીન પર જબરદસ્તીથી ઘૂસવાની કોશિશ, શરીર પર ઝપાઝપીના નિશાન મળ્યા નથી. સીબીઆઈના સૂત્રો અનુસાર હવે સીબીઆઈ એના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે, કયા કારણોસર સુશાંતે આત્મહત્યા કરી હોઈ શકે છે . ખાસ કરીને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં રિયાનો કોઈ હાથ છે કે નહીં એની ખાસ તપાસ કરવામાં આવશે. જોકે, એ સચ્ચાઈ છે કે, સીબીઆઈને હજી સુધી આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો કોઈ હેતુ મળ્યો નથી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સગાવાદ અને પ્રોફેશનલ હરીફાઈ, ડ્રગ્સના સેવનની અસરો તેમજ સુશાંતની માનસિક બીમારી જેવાં કેટલાંક એંગલથી તપાસ કરાશે. સીબીઆઈ પ્રોફેશનલ કારણોની પણ તપાસ કરી રહી છે. જેમ કે, ફિલ્મની કોઈ મોટી તક ગુમાવવાના કારણે તેણે આત્મહત્યા કરી હશે, પરંતુ સીબીઆઈએ આ સંબંધમાં હજી સુધી કોઈ પ્રોડયૂસર કે ડિરેક્ટરને સવાલ કર્યો નથી. ડ્રગ્સના સેવન અને એની સુશાંતના માનસિક આરોગ્ય પર અસરોના એંગલની પણ તપાસ થઈ રહી છે.