શારદા ચીટફંડ કેસમાં કાર્યવાહીમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારની પૂછપરછ માટે રવિવારે સાંજે તેમનાં નિવાસસ્થાને પહોંચેલી સીબીઆઇ ટીમની પશ્ચિમ બંગાળ પોલીસે અટકાયત કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે અત્યંત તણાવભરી પરિસ્થિતિ સર્જાઇ હતી. પોલીસ કમિશનરના નિવાસ બહાર નાટકીય દૃષ્યો સર્જાયાં હતાં અને સીબીઆઈ ટીમ અને કોલકતા પોલીસ વચ્ચે ઝપાઝપીની નોબત આવી ગઈ હતી. સીબીઆઈ ટીમની કોલકાતા પોલીસે અટકાયત કર્યા પછી વિદ્યાનગર પોલીસમથક પોલીસે કોલકતામાં આવેલા સીબીઆઈ સંકુલ સીજીઓ કોમ્પ્લેક્સનો જ કબજો લઈ લીધો હતો. સ્થાનિક પોલીસ સીબીઆઈના સંયુક્ત ડિરેક્ટરની ધરપકડ કરવા તેમના ઘેર પહોંચી ગઈ હતી. આ ઘટનાક્રમ વચ્ચે મમતા બેનરજી પોતે પોલીસ કમિશનરનાં નિવાસે પહોંચી ગયા હતાં અને ત્યાં પોલીસ અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી દીધી હતી. બેઠકમાં રાજ્યના પોલીસવડા પણ પહોંચી ગયા હતા.બેઠકમાં કોલકાતાના મેયર ફિરહાદ હકીમ પણ જોડાયા હતા.