બાબા રામદેવ અને પતંજલિ દ્વારા જે રીતે કોરોનિલનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેની સામે સરકારે લાલ આંખ કરી છે. પતંજલિએ મંગળવારે બજારમાં કોરોનિલ નામની કોરોનાનો ઉપચાર કરતી આયુર્વેદિક દવા બજારમાં મૂકી હતી જેના પ્રચાર ઉપર સરકારે રોક લાવી છે. સરકારે જણાવ્યું હતું કે આ દવાનું વૈજ્ઞાનિક પરીક્ષણ થયું છે કે નહીં અને સરકારને કે સંબંધિત મંત્રાલયને આ વિશે કોઈ માહિતી કે દસ્તાવેજો મળ્યા નથી. આ કારણે દવાનો પ્રચાર બંધ કરવામાં આવે. આયુષ મંત્રાલયે જણાવ્યું હતું કે, આવી દવાઓનો પ્રચાર ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડિઝ એક્ટ ૧૯૫૪ હેઠળ ગુનો ગણાય છે. કોરોના જેવી મહામારીના સમયમાં આવી દવાઓનો પ્રચાર અયોગ્ય છે. કંપનીને આ દવામાં ઉપયોગમાં લેવાયેલી તમામ સામગ્રી અને તેનો વૈજ્ઞાનિક રિપોર્ટ સરકાર પાસે જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.