કોરોના વાઇરસનાં સંક્રમણની તપાસ માટે સરકાર દ્વારા ચીનથી આયાત કરાયેલી રેપિડ ટેસ્ટિંગ કિટ્સમાં ખામી હોવાની રાજ્યોએ ફરિયાદ કર્યા બાદ કોરોનાનાં સંક્રમણની ચકાસણી માટે આગામી બે દિવસ માટે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ બંધ કરી દેવાયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અધિકારી રમણ ગંગાખેડકરે જણાવ્યું હતું કે, સરકારે રાજ્યોને આગામી બે દિવસ માટે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી છે. આઇસીએમઆરએ જણાવ્યું હતું કે, રેપિડ ટેસ્ટિંગ કિટનાં પરિણામોમાં ઘણી વિષમતાઓ સામે આવી છે.